પ્રોટીન થી ભરપુર કબાબ શીખો. વેસ્ટ માંથી બેસ્ટ અને ઝડપી અને સરળ રેસીપી















રીચ પ્રોટીન કબાબ:-

સામગ્રી:-

૧. બાફેલી સોયાબીન વડી  એક વાડકી
૨. તુવેર દાળની વઘારેલી ખીચડી એક વાડકી
૩. વાટેલા આદુ,મરચા અને લસણ  2   ટે.સ્પૂન
૪. જીણી સમારેલી ડુંગળી એક નંગ
૫. ગરમ મસાલો 1 ટી.સ્પૂન
૬. લાલ મરચું પાવડર 1 /2  ટી.સ્પૂન
૭. ધાણાજીરું પાવડર  1 /2    ટી.સ્પૂન
૮. મીઠું સ્વાદ અનુસાર
૯, લીંબુ નો રસ 1  ટી.સ્પૂન
૧૦. ખાંડ 1 /2  ટી.સ્પૂન
૧૧. ચણા નો લોટ 1  ટે.સ્પૂન
૧૨. રવો 3 ટે.સ્પૂન
૧૩. તેલ 4  થી 5  ટે.સ્પૂન

પીરસવા માટે :-

૧. લીલી ચટણી
૨. દહીં બુંદી નું રાયતું

બનાવવા ની રીત:-


સૌ પ્રથમ બાફેલી સોયાબીન વડીમાંથી પાણી નિતારી કોરી કરીને મિક્ષર માં ક્રશ કરી એક મિક્ષીંગ બાઉલ માં કાઢી લો. હવે તેમાં તુવેરદાળ ની વઘારેલી ખીચડી,ચણા નો લોટ અને બીજા બધા મસાલા તેમજ આદુ,મરચા,લસણ ની પેસ્ટ ,જીણી સમારેલી ડુંગળી ,લીંબુનો રસ,ખાંડ વગેરે ઉમેરો. ૧ ટે.સ્પૂન રવો ઉમેરો. હવે કણક તૈયાર કરો. મિશ્રણ થોડું ઢીલું લાગે તો જરૂર મુજબ રવો ઉમેરી ટીક્કી વળે તેવી કણક તૈયાર કરી ટીક્કી નો શેપ આપી કબાબ વાળી લો. આ કબાબ ને કોરા રવામાં રગદોળી લો. હવે તવી પર તેલ ગરમ કરી બધા કબાબ ને   શેલો ફ્રાય કરી શેકી લો.

તૈયાર થયેલા કબાબ ને ગરમા ગરમ  જ પીરસો. સાથે લીલી ચટણી અને દહીં બુન્દીનું રાયતું પીરસો.

વેરીએસન :-
આ કબાબ ને વાળતી વખતે પનીર,ચીઝ,છીણેલું ગાજર અને કીબી નું સ્ટફિંગ ભરી શકાય.
 
રવા ની બદલે બ્રેડ ક્રમ્શ લઇ શકાય.

Comments