ગરમી માં લૂ થી બચવા માટે રોજ જમવા માં લઇ શકાય તેવી અને સ્વાદ માં વધારો કરે તેવી ચટણી શીખો............
કાચી કેરી ની ચટણી :-
સામગ્રી :-
૧. કાચી કેરી ૧૦૦ ગ્રામ
૨. ડુંગળી ૨ નંગ
૩. લીલા મરચા ૨ થી ૩ નંગ
૪. લાલ મરચું પાવડર ૧ ટી .સ્પૂન
૫. જીરું ૧ ટી.સ્પૂન
૬. મીઠું સ્વાદ અનુસાર
૭. તલ ૧ ટે.સ્પૂન
૮. ગોળ ૨ થી ૩ ટે. સ્પૂન
રીત :-
કાચી કેરી ની છાલ કાઢી તેના કટકા કરો.ડુંગળી ના પણ મોટા કટકા કરો. હવે મિક્ષર ના જાર માં બધી સામગ્રી નાખી બરાબર વાટી લો. તૈયાર છે કાચી કેરી ની ચટણી.
Comments
Post a Comment