Try chocolate cake in Pressure Cooker.............





ચોકલેટ કેક બનાવો પ્રેશર કુકર માં.........

સામગ્રી :-

. મેંદો -૨૦૦ ગ્રામ( કપ)
. ઘી અથવા માખણ - ૬૦ ગ્રામ(/ કપ થી થોડું વધારે)
. દળેલી ખાંડ - ૧૦૦ ગ્રામ(/ કપ)
. કન્ડેન્સ્ડ મિલ્ક - ૨૦૦ ગ્રામ
. કોકો પાવડર ટે.સ્પૂન
. દૂધ - ૨૦૦ ગ્રામ ( કપ)
. બેકિંગ  પાવડર - ટી.સ્પૂન
. બેકિંગ સોડા અથવા સાજી ના ફૂલ - / ટી.સ્પૂન ( ચપટી)
. મીઠું - ચપટી

રીત :-

               સૌ પ્રથમ મેંદા માં બેકિંગ પાવડર,બેકિંગ સોડા,કોકો પાવડર તથા મીઠું ઉમેરી થી વખત ચાળી લો.આમ કરવાથી કેક સારી ફૂલે છે.જો વધુ  વખત કરવામાં આવે તો બરાબર ફૂલશે નહી.હવે મિશ્રણ ને એક બાજુ રાખી દો.
               

             હવે કેક મોલ્ડ લઇ તેને ઘીથી ગ્રીસ કરી મેંદો છાંટી ડસ્ટઈંગ કરી સાઈડ પર મૂકી દો.

        મિક્ષિન્ગ બાઉલ લઇ તેમાં ઘી અને દળેલી ખાંડ લઇ બરાબર મિક્ષ કરી ફેટી લો.

        હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી ફરીથી ફેટી લો.

હવે મિશ્રણમાં ચાળીને તૈયાર કરેલું મેંદા નું મિશ્રણ થોડું થોડું ઉમેરી ફેટતા જવું.સાથે સાથે થોડું દૂધ પણ ઉમેરતા જવું.

મેથી ના ભજીયા ના ખીરા જેવું મિશ્રણ તૈયાર કરવું.......

જો તમે ઈચ્છો તો કાજુ,બાદમ અને અખરોટ ના ટુકડા ઉમેરી શકાય....

કુકર માં કેક બનાવા માટે કેક મોલ્ડ નું તળિયું કુકર ના તળિયાને અડવું જોઈએ નહિ. નહિ તો કેક નીચેથી બળી જશે.

માટે કુકર માં વાટકી મીઠું પાથરી દેવું જે તાપમાન જાળવી રાખશે  અને ત્યાર બાદ સ્ટીલ નો કાંઠો કે રીંગ મૂકી તેના પર મોલ્ડ મુકવું.

કુકર માં મીઠું પાથર્યા બાદ થી મિનીટ સુધી ફૂલ આચ પર કુકર નું ઢાંકણ ઢાકી તપાવવું.ઢાંકણમાં વ્હિસલ ના લગાવવી .

તૈયાર કરેલા કેક ના મિશ્રણ ને મોલ્ડ માં રેડી દો.ત્યારબાદ પહેલાથી ગરમ કરેલા કુકરમાં મૂકી દો.વ્હિસલ કાઢેલું કુકર નું ઢાંકણ ઢાંકી દો.

બિલકુલ ધીમી આચ પર લગભગ ૪૦ મિનીટ સુધી પકાવો.

કેક ચડી ગઈ છે કે નહિ તે ચકાસવા માટે પહેલા કુકર ખોલી કેકમાં ચાકુ ખોસવું. જો કેક ચાકુ માં ચોટે નહી તો કેક ચડી ગઈ કહેવાય.

કેક ને ઠંડી પાડવા દો. મોલ્ડ માં કેક ની કિનાર પર ચાકુ ફેરવી લો. એક પ્લેટ ને મોલ્ડ પર ઢાકી મોલ્ડ ઊંધું કરી કેક ને મોલ્ડ ની બહાર કાઢી લો.

તૈયાર છે યમ્મી એવી ચોકલેટ કેક.........




Comments