જમવાની કેટલીક ન ગમતી આદતો



ખોરાક અંગેની ખરાબ આદતો સ્વયં આવે છે, તેને આમંત્રણ મળતું નથી. એક સ્વચ્છ અને તંદુરસ્ત સમાજની રચના બહુ ઓછા લોકો ઈચ્છે છે કેમકે આજે બધાની જિંદગી એક ફાસ્ટ મેટ્રો ટ્રેન બની ગઈ છે અને મેટ્રો ટ્રેનમાં જો સફર કરવી હોય તો તબિયતને અલવિદા કહેવું પડશે. પૈસા કમાવાની લાલચમાં દોડતા, ભાગતા ગમે તે હાથમાં આવે તે ખાઈને જીવન જીવતા લોકો આજે લગભગ 10 થી 15 કિલોનું પેટ લઈને રસ્તામાં જોઈએ તો એમ થાય કે કદાચ  સુખી ઘરના લોકો હશે.

ઘણા લોકો ઓફિસમાં ટીફીન લઈને જતા નથી કારણ કે આપણા માટે કેટલી રોટલી મૂકી છે તે મહત્વનું નથી પણ આજે કંપનીને કેટલું વેચાણ થયું તે અગત્યનું છે નહીતર નોકરી જતી રહેશે પરંતુ ખબર હોતી નથી કે જો તમે યોગ્ય સમયે જમશો નહિ તો તમારી તંદુરસ્તી જતી રહેશે.
આપને જમવાની થોડી ગમતી આદતો વિશે વિગતવાર જોઈએ.

કામ કરતા કરતા જમવું:  જો તમારી લાઈફ એક વ્યસ્ત છે અને તમને જમવાનો પુરતો સમય મળતો નથી અને ભાગાભાગી કરીને જે હાથમાં આવે તે લો છો. અને આવા સમયે તમને ખ્યાલ હોતો નથી કે તમે શું ખાઈ રહ્યા છો, તમે માત્ર સભાન હો તો છે તમારું કામ. ઝડપથી ખોરાક લેતા લોકો માટે વધુ ખોરાક લઇ લેવો વધુ આસન બને છે કારણકે વખતે તમારું ધ્યાન હોતું નથી કે મેં કેટલો ખોરાક લીધો છેજેનાથી તમારા શરીરને જરૂર હોય તેટલી ચરબી અને ફેટ મળે છે જેનાથી તમારું શરીર બેડોળ થવાની પુરતી શક્યતા રહેલી હોય છે.
વધારે પ્રમાણમાં ખોરાક લેવો: લોભને ક્ષોભ નહિ તે કહેવત સાચી છે. જે ખોરાક આપણને વધુ પ્રમાણમાં પ્રોટીન આપે તેના બદલે આપણે જે નુકશાનકારક છે તેને વધારે મહત્વ આપીએ છીએ અને એનું કારણ છે કે આપણી જીભને ભાવે છે. ટીવી જોતા જોતા પણ ક્યારેક આપણે વધારે પ્રમાણમાં ખોરાક લઇ લેતા હોય છે જેનું આપણને ધ્યાન હોતું નથી. ઘણા લોકો જયારે એકલા હોય ત્યારે વધુ જમવાની ટેવ ધરાવતા હોય છે. આનો ઉપાય છે કે તમારી પ્લેટમાં એટલો ખોરાક લો જેટલો તમે પચાવી શકો. ટીવી જોતા જોતા જમવાનું ટાળો.

તનાવ મુક્ત રહેવા માટે જમવું: ઘણા લોકો એવું સમજે છે કે તનાવમુક્ત રહેવા માટે ખોરાક લેવો હિતાવહ છે અને તે માટે તેઓ કંઈ પણ લેવા તૈયાર હોય છે પરંતુ વિચાર યોગ્ય નથી. પીઝા કે કોલ્ડ્રીંક લઇ લેવાથી કંઈ સ્ટ્રેસ દુર થવાનો નથી ઉલટાનો વધી જવાનો ચાન્સ રહે છે. જયારેતમને સ્ટ્રેસ જેવું લાગે ત્યારે જમવાનું ટાળો અથવા કસરત કરો, નેચર સાથે રહો, મિત્રો સાથે વાતો કરો, મેડીટેશન કરો. 

જમવાનું ટાળવું: ઘણા ડોકટરો અને ડાયેટીશિયન તમને અમુક સમયે જમવું નહિ તેવી સલાહો આપતા હોય છે. પરંતુ સલાહ ક્યારેક તમારા શરીરને નુકશાનકર્તા નીવડે છે તે તેમને ખબર હોતી નથી કેમ કે તેને તો માત્ર તેની ફી પુરતો પ્રશ્ન હોય છે અને જેવી તમે તેને ફી ચૂકવી દેશો એટલે તરત તમને આટલું આટલું જમવામાં લેવું તેનું લીસ્ટ પકડાવી દે છે. જયારે તમે જરૂર હોય ત્યારે જમતા નથી ત્યારે તમારી ભૂખ વધે છે અને તમારું બ્લડ સુગર લેવલ ઘટી જાય છે જેની તમને જાણ હોતી નથી. માટે દરરોજ યોગ્ય પ્રમાણમાં બ્રેક ફાસ્ટ, લંચ અને ડીનર લઇ લેવું હિતાવહ છે.
   
મોડી રાત્રે જમવાનું: દરરોજ મોડે મોડે ઓફિસમાં કામ કરતા લોકો અને રાત્રે ઘરે મોડા આવતા માટે આદત ખાસ લાગુ પડે છે જેમાં તેના શરીરને જો યોગ્ય સમયે  ખોરાક મળે તો તેને પુરતી એનર્જી મળતી નથી અને હોજરીમાં તકલીફ શરુ થાય છે જેમાં મોટા ભાગે એસીડીટી અને અપચો થવાની ફરિયાદ વધુ જોવા મળે છે.  

મોડી રાત્રે જમ્યા પછી કોઈ એક્ટીવીટી  હોવાથી વ્યક્તિનું ખોરાક સહેલાઈથી પાચન થતું નથી.

આમ તો લોકોને જમવાની બાબતમાં ઘણી બધી આદતો હોય છે જેમ કે પુસ્તક વાંચતા વાંચતા જમવું, આઈ પેડ ઉપર ઈ-મેઈલ ચેક કરતા કરતા જમવું,મોબાઈલ ઉપર વાત કરતા કરતા વગેરે વગેરે.. બધી આદતો ખોટી ટેવાયેલી છે જેમાં મોટા પ્રમાણમાં લોકો બીજાને અનુસરીને કરતા હોય છે

લેખક વિશે: ચાંદની દીપક ભટ્ટ, એક ગૃહિણીની સાથે સાથે ટીવી 9 ગુજરાતી ઉપર આવતો 5 પ્રોગ્રામ સ્ટાર તડકામાં હોસ્ટ તરીકે આવે છે અને લોકોને નવી નવી વાનગીઓ શીખવાડે છેતેમનો બ્લોગ અલ્ટીમેટ ટેસ્ટ 2000 કરતા પણ વધારે લોકોએ વાંચી ચુક્યો છે.

Comments