પહેલું
સુખ તે જાતે નર્યા,
આ ગુજરાતી કહેવત એ આપણા
લોકસમાજમાં ખુબ જ જાણીતી
છે. જ્યાં સુધી વ્યક્તિ
પોતે પોતાની તબિયત વિશે જાતે ધ્યાન ન
આપે ત્યાં સુધી બધી
દવાઓ નકામી એ પછી
ભલેને આયુર્વેદ હોય કે હોમિયોપેથી.
આપણે ત્યાં હવે શિયાળો
પૂરો થઈ ને ઉનાળો
શરુ થવાની તૈયારીમાં છે
ત્યારે આ ઋતુ આપણી
હેલ્થ ઉપર કેવી અસર
કરે છે અને ધોમધખતા
તાપથી બચવા માટે શું
કરવું તેની થોડી માહિતી
આ પોસ્ટ દ્વારા આપવી
છે. ઉનાળો આવતાની સાથે
સૌથી મોટી જો તબિયતની
અસર કોઈ વ્યક્તિ ઉપર
પડતી હોય તો એ
બાળકો અને વડીલો છે
કેમ કે બંનેની ઉંમરમાં
શરીરમાં ખોરાકને પચાવવાની શક્તિ ઓછી જોવા
મળે છે અને તેનું
કાર।ણ
છે કે આ ઋતુમાં
પાણીની તરસ વધારે લાગે
છે અને વધારે પડતું
પાણી પીવાથી પેટ ફૂલી
જાય છે અને ખોરાક
ઓછો ખવાય છે.
ગરમીથી થતા
રોગો:
ઉનાળામાં ગરમીમાં કોઈ જગ્યાએ ફરવાને
બદલે ઘરમાં જ રહીને
અથવા હિલ સ્ટેશન ઉપર
જઈને સમય વિતાવવો યોગ્ય
છે કેમ કે આ
ભયંકર ગરમીથી કેટલાય લોકોને
માનસિક બીમારી, બ્રેન સ્ટ્રોક અને
વાય જેવી બીમારીઓથી પીડાતા
થાય છે. શરીરમાં પાણી
ઓછું થઇ જવાથી પણ
નબળાઈ આવી જવાની શક્યતાઓ
વધી જાય છે.
ખોરાકની પસંદગી:
કહેવાય છે ને કે
માં તે માં, બીજા
વન વગડાના વા. આ
તાપમાં બાળકની ખાસ સંભાળ
તેની માં જ લે
છે, તેને પૂરતા પ્રમાણમાં
વિટામીન યુક્ત ખોરાક, ઉકાળેલું
નરમ પાણી, વરીયાળીનું શરબત,
લીંબુનું શરબત, તડબુચ અને
શક્કર ટેટી પૂરતા પ્રમાણમાં
આપવી. આ બધા રસાયણિક
અને રેસાવાળી વસ્તુઓ હોવાથી તેને
પાચન કરવામાં સહેલું રહે છે.
જયારે પણ વેકેશનમાં બહાર
ફરવા જાવ ત્યારે સાથે
લીંબુ, ઉકાળેલું પાણી, વરીયાળી સાથે
લઈને જ જવાનું જેથી
કરીને જો રસ્તામા પાણીની
તરસ લાગે તો બહારનું
પાણી પીવાને બદલે ઘરનું
જ પાણી વાપરવું જેથી
કરીને તમારો પ્રવાસ આરામદાયક
અને હેલ્થી બની રહે.
આ સિઝનમાં ચુસ્ત ડાયેટ પ્લાનને બને
ત્યાં સુધી ટાળવો જોઈએ કેમ કે શરીરમાં
જો યોગ્ય પ્રકારના પોષક
તત્વો ન પહોચે તો
શરીર સુસ્ત બની જાય
છે અને નબળાઈ આવી
જાય છે માટે જ
પાણી ઉપર, નેચરલ શરબત
અને ફ્રુટ ઉપર વધારે
ધ્યાન આપવું.
ખોરાકમાં શું
ટાળવું
?: આ ઉનાળામાં બને ત્યાં સુધી
તીખા, તેલવાળા અને મસાલાયુક્ત ખોરાક
ખાવાનું ટાળવું જોઈએ જેમાં
પીઝા, પાણીપુરી, ભેલ, દાબેલી, વડા
પાઉં, પાઉંભાજી, પાસ્તા, મરચાનું અથાણું, છોલે-પૂરી વગેરે.
આખા દિવસમાં 5-6 બોટલ પાણી પીવું
જોઈએ જેથી શરીરમાં પાણીની
કમી ઉભી ન થાય
અને કામ કરવાની પણ
ઉત્સાહ જળવાઈ રહે. શિયાળા
કરતા ઉનાળામાં પાણીની તરસ વધુ
લાગશે કેમ કે અહીયાંની
આબોહવા જટિલ છે અને
આપણા શરીરને માફક આવતી
નથી. વહેલી સવારે જયારે
કસરત કરવા જાઓ ત્યારે
સાથે પાણીની એક બોટલ
અને નેપકીન સાથે લઈને
જ જવું. આ ઋતુમાં
મચ્છરનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં
હોવાથી ઘરમાં ગુડ નાઈટ
રાખવી યોગ્ય છે.
કપડાની પસંદગી
: ઉનાળાની ગરમીમાં ફેશન ક્યાંક ટેન્શન
ન બની જાય તેનું
ખાસ ધ્યાન રાખવું. ઘણા
લોકો ટાઈટ જીન્સ અને
ચપોચપ ટી -શર્ટ પહેરવા
ટેવાયેલા હોય છે પરંતુ
આ જ કપડા તેમને
ઉનાળામાં તકલીફ આપી શકે
છે કેમ કે શરીરમાં
થતો પરસેવો બહાર નીકળવા
માટે તેમને જગ્યા જોઈએ
અને જો એ ન
નીકળે તો આખા શરીરમાં
ફેલાતી દુર્ગંધથી એક જાતની રસાયણિક
પ્રક્રિયા થાય છે જે
શરીરના ત્વચામાં અને કોષોમાં ફેલાઈને
રોગ ઉત્પન કરે છે.
માટે જ બને ત્યાં
સુધી પરસેવો શરીરમાંથી નીકળી
જાય તે પ્રકારના ખુલ્લા
અને ખાદીના કપડા પહેરવા
. છોકરીઓને ખાસ કરીને પંજાબી
ડ્રેસ અને સ્લીવલેસ કુર્તા
પહેરવા. બહાર જતી વખતે
હાથમાં મોજા અને મો
ઉપર દુપટ્ટો રાખીને જવું જેથી
તડકાથી તમારી ત્વચાને રક્ષણ
મળે. પુરુષોએ પણ ઓફીસ પહેરવેશમાં
જીન્સ અને ટી-શર્ટને
આ સમય પુરતું અલવિદા
કહી દેવું જોઈએ. કોટન
શર્ટ, ઓફીસ વેર ચપ્પલ,
મોટી સાઈઝનો હાથ રૂમાલ
ઉપર ખાસ ધ્યાન રાખવું
જોઈએ. નવજાત શિશુને ખાસ
પ્રકારના સુતરાઉ કપડા પહેરાવવા
જોઈએ.
અંતમાં
કહેવાનું કે તમારો ખોરાક
એ તમારું જ શરીર
સાચવશે. કોઈની વાતોમાં આવ્યા
વિના પોતાની તંદુરસ્તીનું ધ્યાન
પહેલા રાખો, કેમ કે
યાદ રાખો કે તમારાથી
જ તમારા ઘરનું આખું
સંચાલન ચાલવાનું છે પછી એ
પત્ની હોય, બાળકો હોય
કે પુરુષ. આખા પરિવારનું
આ ઋતુમાં ધ્યાન રાખો
અને યોગ અને પ્રાણાયામને
જીવનમાં અપનાવો.
અહી
દર્શાવેલા ઉપાયો એ અનુભવેલા
છે, વાચકોએ પોતાના શરીર
અનુસાર દર્શાવેલા ઉપાયોનો ઉપયોગ કરવો. આપનો
કોઈ સુઝાવ હોય કે
પ્રશ્ન, માર્ગદર્શન લેવાનું હોય તો તમે
મને ઈ-મેઈલ કરી
શકો છો અથવા 94089-20089 ઉપર ફોન કરી શકો
છો. મારું ઈ-મેઈલ એડ્રેસ
છે.. theultimatetaste@gmail.com.
Comments
Post a Comment